ઘોર અંધારી રે રાતલડીમાં | Ghor Andhari Re Rataladi Lyrics | Bhajanbook

0
698
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત,
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત,
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત,
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,
રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત,
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર,

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here