મોગલ આવે નવરાત રમવા | Mogal Aave Navrat Ramva Lyrics | Bhajanbook

0
1124
 મોગલ આવે,હે નવરાત રમવા,
કેવા કેવા વેશે માં,માડી કેવા કેવા વેશે !
તારે ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે
ખણણણ ખણણણ કાંબી માં ,
ખણણણ ખણણણ કાંબી
મોગલ આવે નવરાત રમવા !
તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
માડી લટું મોકળી લાંબી માં
તારી લટું મોકળી લાંબી
મોગલ આવે નવરાત રમવા !
તું સૌને દેખે માતાજી,
પણ તુજને કોઈ ન ભાળે માં
મોગલ આવે નવરાત રમવા !
નવલાખુ ભેળી માતાજી,
લેશે ને કઈ દેશે માં ,લેશે ને કઈ દેશે
મોગલ આવે નવરાત રમવા !
તારે ડગલે ડગલે કંકુ ઝરતા,
આખો મારગ રાતો..આખો મારગ રાતો
મોગલ આવે નવરાત રમવા !
અને ચાંદલિયો ચંદરવો માથે,
લીલી કોર લહેરાતો માં ને,
લીલી કોરે લહેરાતો !
કવિ “દાન” કહે મછરાળી મોગલ,
સદાય ભેળે રહેશે..
મોગલ આવે નવરાત રમવા !
મોગલ આવે નવરાત રમવા ,
હે નવરાતે રમવા માં
કેવા કેવા વેશે માં , માડી કેવા કેવા વેશે !

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here