સુરજ ઉગ્યો રે કેવડિયા ની ફ્ડશે કે
વાણેલા ભલે વાયા રે
સુરજ ઉગ્યો રે કેવડિયા ની ફ્ડશે કે
વાણેલાભલે વાયા રે
કે સુરજ ઉગ્યો …
સુતા જાગો રે વાસુદેવ ના નંદ કે
વાણેલા ભલે વાયા રે
તમે જાગો રે જાગી સહુ દેવ કે
વાણેલા ભલે વાયા રે
કે સુરજ ઉગ્યો …
દાતાણ કરજો રે તુલસીના ક્યારે કે
વાણેલા ભલે વાયા રે
દાતાણ કરજો રે તુલસીના ક્યારે કે
વાણેલા ભલે વાયા રે
કે સુરજ ઉગ્યો …
મુખ લુછજો રે પમાંરીયું ના છેડે રે
વાણેલા ભલે વાયા રે
મુખ લુછજો રે પમાંરીયું ના છેડે રે
વાણેલા ભલે વાયા રે
કે સુરજ ઉગ્યો …
Lagna Geet Lyrics