માતમ મોટો રે ધરમ નિરજાનો રે,
એ જી એવા પંથના મહિમાય રે, (2)
સવરા મંડપમાં રે સતના પારખાં રે,
એજી..ત્યાં તો જતી ને સતી પરખાય,…માતમ મોટો,
ત્રિગુણમાંથી સતોગુણ સેવતા રે,
એ જી..એ તો સિદ્ધિના તાજુડે તોળાય રે, (2)
સાંધણ ધારણ રે સરખી આવે છાબડે,
એજી ,..ત્યારે સાચાં સંતો દરશાય,…માતમ મોટો,
અવધોળ મનડું બાંધ્યું જેણે ખિલડે રે,
એ જી…જેને કે દ્વેષ નહિ જરાય રે, (2)
કામ, ક્રોધ કે લોભની લાલચું રે,
એજી…એ તો ગતના ગોઠી રે ગણાય,…માતમ મોટો,
કડવા કે મીઠાં રે અનુભવ જેણે વેઠિયા રે,
એ જી…એના સદગુણ દેવાયત ગાય,,…માતમ મોટો,
-દેવાયત પંડિત,