પ્રાણ જીવન પ્રભુ મારા,
તમે અબોલા શીદ લ્યો છો રાજ,
અમને દુખડા શીદ દયો છો રાજ ,…પ્રાણ જીવન,
તમે અમારા અમે તમારા,
ટાળી શું દયો છો રાજ ,…પ્રાણ જીવન,
ઊંડે કુવે ઉતર્યા છે વ્હાલા,
છેહ આમ શું દયો રાજ ,…પ્રાણ જીવન,
મિરાકહે પ્રભુ ગિરધર નાગુણ,
હદયકમળ માં રહોસો રાજ,…પ્રાણ જીવન,
-મીરાંબાઈ,