ભાલા વાળા મારી ભેરે રેજો | Bhala Vala Mari Bhere Rejo Lyrics

0
118
ભાલાવાળા મારી ભેરે રેજો ,
દેવ દુવારકા વાળા રે હો જી રે ,
આરે કળજુગમાં બીજું કોણ ઉગારે
અદભૂત ખેલ અત્યારે રે હોજી રે ,
વિઘન સઘળા કોણ વારે
નજરું કરો ને નેજાવાળા રે ,
દુઃખ તણો રે બાપા દરિયો છલાણો,
મૂળ ધરમ મેં મેલ્યો રે ,
યુગ આવ્યો છે આ તો છેલ્લો ,
વાર કરો ને ઘોડાવાળા રે
પાપી પાંખડી બાપા સૌને પીડે ,
વખત પ્રમાણે ઈ તો વડે રે
કોઈ ન ચાલે ધર્મના કેડે ,
સહાય કરો ને ચોગાવાળા રે
સુખરામ કહે બાપા સન્મુખ રેજો ,
મુજરો માની લેજો રે
અટક આવીને ઉભા રેજો ,
નજરું કરો ને નેજાવાળા રે
Bhala Vala Mari Bhere Rejo Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here