સાવરે રંગ રાંચી
રાણા મેતો સાવરે રંગ રાંચી
હરિ કે આગે નાચી
રાણા મેતો સાવરે રંગ રાંચી,…સાવરે,
એક નિરખત હે એક પારખત હૈ
એક કરત મોરી હાંસી
ઓર લોગ મારી કાઈ કરત હૈ
હું તો મારા પ્રભુજી ની દાસી,…સાવરે,
રાણે વિષકો પ્યાલો ભેજ્યો
હું તો હિંમત કી કાચી
મીરા ચરણ નાગર ની દાસી
સાંવરે રંગ રાંચી ,…સાવરે,
-મીરાંબાઈ,