જટામાં ગંગાજી અટવાણી | Jatama Gangaji Atvani Lyrics

0
326
અંગે અભિમાન ને આકાશેથી ઉતરી ,
પડતા ધોધમાર પાણી , જટામાં ગંગાજી અટવાણી ,
અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી ,
આજ ત્રીપુરારીનો ગર્વ ઉતારી , પાતાળે લઇ જાવ તાણી,
અગમ અગોચર જટા વધારી, એની યુક્તિ શકેના જાણી ,
ભગીરથ કારણે જીલ્યા શંભુએ , પડતા ગંગાના પાણી ,
વેગ દિલમાં વિરામ પામ્યા , ઘણા દિવસ અકળાણી ,
આવવા જવાનો એણે મારગ મળ્યો નહિ , મનમાં ખુબ મુંજાણી,
વિનંતી સાંભળી ભગીરથ કેરી , પાડ્યું બિંદુ એક પાણી ,
એક બિંદુમાંથી ત્રણ ધારા પ્રગટી , ત્રણ નામે ઓળખાણી ,
સુરશ્રીએ શિવજીને વિનવ્યા , એણે ગાય વિમળ વેદવાણી ,
સામંત શંકરે ગંગાજીને રાખ્યા , કરીયા મુંગટની રાણી ,
Jatama Gangaji Atvani Lyrics
Narayan Swami Bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here