મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે,
મને કૃષ્ણ કનૈયાની,…
રાત દિવસ મારા મનમાં વસી,
રાત દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની,…
વાલા વનમાં તે મોરલી વગાડી હતી,
તમે સૂતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની,…
વાલા મોરલીમાં એવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળિયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની,…
મીરા મસ્ત બની છે સાધુ સંતમાં રે,
એતો વહી ગઈ રણછોડજી ના અંગમા રે,
મને કૃષ્ણ કનૈયાની,…
-મીરાંબાઈ,