મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી રે,…મરી જાવું,
કોઈ બનાવે બાગ બગીચા,
કોઈ બનાવે હવેલી રે ,
ધાઈ ધુતી ધન ભેળું કરે કોઈ,
પાંચ પચીચની થેલી રે ,…મરી જાવું,
કેસર વરણી કાય સુંદર,
માહી ઉગી વિષ વેલી રે,
મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે,…મરી જાવું,
-મીરાંબાઈ,