માઈ મને મળિયા || Mai Mane Maliya Lyrics || Bhajan Lyrics

0
200
માઈ મને મળિયા મિત્ર ગોપાલ, નહિ જાઉં સાસરે,

સંસાર મારું સાસરું ને મહિયેર વૈકુંઠ વાસ,
લખચૌરાસી ફેરો  હતા તે, મુક્યો મેં મોહન પાસ,…નહિ જાઉં,

સાસુ મારી સુકૃત કહીયે સસરો પ્રેમ સુજાણ,
નાવલિયો અવિનાશી વિશ્વભંર પામી હું જીવનપ્રાણ,…નહિ જાઉં,

સાથી અમારા સંત સાધુ સાધન ધીરજ ધ્યાન,
કર જોડી મીરા  વિનવે,  હવે પામું ન ગર્ભાધાન  ,…નહિ જાઉં,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here