મુખડાની માયા લાગી || Mukhda Ni Maya Lagi Lyrics || Bhajan Lyrics

0
386
મુખડાની માયા લાગી રે ,…મોહન પ્યારા,

મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું,
મન  મારુ રહ્યું  ન્યારું  રે,…મોહન પ્યારા,

સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીયે રે ,…મોહન પ્યારા,

સંસારીનું સુખ કાચું પરણી રંડાવું પાછું,
તેવા ઘેર શીદ જઇયે રે ,…મોહન પ્યારા,

પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો ના વે વારો રે ,…મોહન પ્યારા,

મીરાંબાઈ બલિહારી આશા મને એક તારી,
હવે  હુંતો  બડભાગી  રે ,…મોહન પ્યારા,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here