મેં કાનુડા તેરી ગોવાલણ,
મોરલીયે લલચાણી રે,…મેં કાનુડા તેરી,
હરખે ઈંઢોણી માથે લીધી,
ભરવા હાલી હૂતો પાણી રે,
ગાગર ભરોસે ગોળી લીધી,
આશાની હું અજાણી રે,…મેં કાનુડા તેરી,
ગાય ભરોસે ગોધાને બાંધ્યો,
દોહ્યાંની હું અજાણી રે,
વાછડું ભરોસે છોકરા બાંધ્યા,
બાંધ્યા છે બહુ તાણી રે,…મેં કાનુડા તેરી,
રવાઈ ભરોસે ધોસરું લીધું,
વલો વ્યા ની હું અજાણી રે,
નેતરા ભરોસે સાડી લીધી,
દુધમાં રેડ્યા પાણી રે,…મેં કાનુડા તેરી,
ઘેલી ઘેલી મને સૌ કોઈ કે છે,
ઘેલી હું રંગ માં રે લી રે,
ભલે મળ્યા મેતા નરશી ના સ્વામી,
પુરાણ પ્રીત હું પામી રે,…મેં કાનુડા તેરી,
=નરસિંહ મહેતા,