હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો,
વેચંતી વ્રજનારી રે,….હાં રે કોઈ માધવ લ્યો,
માધવ ને મટુકી માં ઘાલી,
ગોપીઓ કટકે લટકે ચાલી રે,
હા રે ગોપી ઘેલું શું બોલતી જાય
મટુકીમાં ન સમાય રે,….હાં રે કોઈ માધવ લ્યો,
નવ માનો તો જુઓ ઉતારી,
માંહી જુઓ તો કુંજબિહારી રે,
વૃંદાવનમાં જાતા દહાડી,
વાલો ગૌ ચારેછે ગિરધારી,….હાં રે કોઈ માધવ લ્યો,
ગોપી ચાલી વૃંદાવન વાટે,
સૌ વ્રજની ગોપીઓ સાથ રે,
મીરાં કહે પ્રભુ ગિરધર નગર,
જેના ચરણકમલ સુખસાગરરે,….હાં રે કોઈ માધવ લ્યો,
-મીરાંબાઈ,