એ ઘણીની વાટુ જોતા, ધણીનો મારગડો નિહાળતા,
અસલ જુગ તો જતા રિયા એવી દીધી વાસા પાળો,
અમ ઘરે આવો આલમરાજા,આકાશે દેવતા સમરે,
એધણીને પાતાળે ભોરિંગ માનવી મૃત્યુલોક સમરે,
સમરે સરગાપરનો નાથ અંતે કરોડે સાધુ સમરે,
એ ધણીની મેઘ જપે માળા વિશ્વાસ ઉભો વાટનો ભાઈ,
એને કંઠડે વરમાળ સાહેબનો મોલ હિરે જાડિયા હાં,
એ ધણીના રત્નજડીયા થંભ્યામીરા મોલ પધારશે ભાઈ,
એને ટોડે નહીં તાળા પશ્રીમના ઘણી માટે પધારે હાં,
જુગપતિ દીધી વાસા પાળો લીલુડે ઘોડે ચડી ભાઈ,
હંસલે ઘોડે ચડી તારી મેદની સાંભળી બોલિયાં દેવાયત હાં.
એજુગમાં કરો જે જેકાર કાળીગાનો કોપ ટાળો સતશણગાર,
-દેવાયત પંડિત,