માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી
ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી,
શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી
ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી,
ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી,
મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી
ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી,
ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી,
Gaam Ne Gondre Be Naliyeri
Related
  
 error: Content is protected !!