તને કાઈ કાઈ બોલ સુણાવા,
મારા સાવરા ગિરધારી,
પૂરવ જનમની પ્રીત પુરાણી,
આવને ગિરધારી,….મારા સાવરા,
સુંદર વદન જોવું સાજન,
તારી છબી બલિહારી,
મારા આંગણામાં શ્યામ પધારો,
મંગલ ગાવો નારી,….મારા સાવરા,
મોતી ચોક પુરાવ્યા છે ને,
તન મન દીધા વારી,
ચરણ કમળ ની દાસી મીરા,
જનમ જનમની કુંવારી,….મારા સાવરા,
-મીરાંબાઈ,