દવ તો લાગેલ ડુંગર મેં.
કહોને ઓધાજી હવે કેમ કરીયે,
કેમ તે કરીએ અમે કેમ કરીયે
દવ તો લાગેલ ડુંગર મેં….(2)
હાલવા જઇયે તો વ્હાલા હાલી ન શકીયે
બેસીરહીયે તો અમે બળી મરીયે રે…કહોને
આ રે વસ્તીએ નથી ઠેકાણું રે વ્હાલા હેરી
પણ વસ્તીની પાંખે અમે ફરીયે રે…કહોને
સંસારસાગર મહાજળ ભરિયો વ્હાલા હેરી
બાંહેડી ઝાલો નીકર બુડી મરીયે રે…કહોને
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર હેરી
ગુરુજી તારો તો અમે તરીયે રે….કહોને,