દેવાયત શિવજીનો ચેલો || Devayat Shivji no Chelo Lyrics || Bhajan Lyrics

0
1938
દેવાયત શિવજીનો ચેલો, એ પંડિતાઈમાં પૂરો રે,
અગમ ભાખે અલખની ઓથે રે,…દેવાયત શિવજીનો,

લલના પરણ્યો એ દેવલોકની સતવાદી શુરો રે,
મૃત્યુલોકનો હતો એ માનવી અંશ હતો તે અધૂરો રે,,દેવાયત,

ચેલા કર્યા એણે સાડા સાતસો ધરમનો કર્યો જૂરો રે,
ખરે મોકે જે બચી ગયેલો રે,સાબૂત ચાલ્યો શુરો રે,…દેવાયત,

ચોગોવનની રહ્યા ધારણી પૂર્ણ આનંદ અંકુરો,
વીર થયા જે પુરી કમાયે, હરદમ રહ્યા એ શુરો રે,…દેવાયત,

સદગુરૂનો એ સાચો બાળક,નહોય કદી નુગરો રે,
કાન અમરતા પ્રાપ્ત કરીને,મેલ્યો નહીં મોકો અધૂરો રે,…દેવાયત,

-દેવાયત પંડિત,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here