નંદલાલ નહિ રે આવું ઘરે કામ છે,
તુલસી ની માળા માં શ્યામ છે,
વૃંદા તે વનને મારગ જાતા,
રાધા ગોરી કાન શ્યામ છે,…નંદલાલ નહિ રે,
વૃંદા તે વનમાં રાસ રસ્યો છે,
સહસ્ત્ર ગોપી ને એક કાન છે,
વૃંદા તે વનને મારગ જાતા,
દાણ આપ્યાની ઘણી હામ છે,…નંદલાલ નહિ રે,
વૃંદા તે વનની કુંજ ગલી માં,
ઘેર ઘેર ગોપીયો ના ઠામ છે,
આ તીરે ગઁગા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું ગામ છે ,…નંદલાલ નહિ રે,
ગામના વલોણા મારે મહિના વલોણાં,
મહિડા ઘૂમ્યાની ઘણી હામ છે,
બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગુણ,
ચરણ કમળ સુખ ધામ છે ,…નંદલાલ નહિ રે,
-મીરાંબાઈ,