નહિ રે વિસારું હરિ,
અંતર માંથી નહિ રે વિસારું હરિ,
જળ જમુનાના પાણી રે જાતા,
શિર પર મટકી ધરી,
આવતા ને જાતા મારગ વચ્ચે,
અમુલખ વસ્તુ જાડી,…અંતર માંથી,
આવતાં ને જાતા વૃંદા તે વનમાં,
ચરણ તમારે પડી,
પીળા પીતામ્બર જરકશી જામાં,
કેસર આડ કરી,….અંતર માંથી,
મોર મુકુટ ને કાને રે કુંડળ,
મુખ પાર મોરલી ધરી,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ,
વિઠ્ઠલ વાર ને વરી ,….અંતર માંથી,
-મીરાંબાઈ,