નારાયણ નું નામ જ લેતા | Narayan Nu Nam Leta Lyrics

0
794
નારાયણ નું નામ જ લેતા, વારે તેને ભજીયે રે,
મનચા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીયે રે,
કુળને તજીયે કુટુંબ તજીયે તજીયે માં ને બાપ રે,
ભગિની ,સુત, દાસને તજીયે, જેમ તજે કસુકી સાપ રે,
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,નવ તજીયું હરિનું નામ રે,
ભરત શત્રુઘને તજી જનેતા,નવ તજીયા શ્રીરામ રે ,
ઋષિ પત્ની એ શ્રીહરિ કાજે,તજીયા ભરથાર રે,
તેમાં તેનું કાઈ ન ગયું પામી પદારથ ચાર રે ,
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વેન ચાલી રે,
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં,મોહન સાથે મ્હાલી રે ,

Narayan Nu Nam Leta Lyrics

Narshih Maheta Dhun Kirtan Lyrics

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here