નીરખે ગગનમાં || Nirkhe Gagan Ma Lyrics || Bhajan Lyrics

0
400

નીરખે ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે, જ,હું,  તે, જ,હું,શબ્દ બોલે ,
શ્યામના ચરણમાં ઈચુ છું મરણ,
અહીંયા કોઈ નથી કૃષ્ણ  તોલે,

શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ  ભૂલી,
જડ ને ચેતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે  સંજીવન  મૂળી,

જળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં,
હેમની કોર જયાં નીસરે તોલે,
સચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાના પારણાં માહી  ઝૂલે,

બત્તી વિન તેલ વિન, સૂત્ર વિના જો વળી,
અચળ ઝળકે સદા  વિમળ દીવો,
નેતર વિન નીરખવો ,રૂપ વિન પરખવો,
વિન જિહવાએ રસ સરસ પીવો,

અકળ અવિનાશી એ,નવ જાય કળ્યો,
અરધ ઉરધની મધ્યે  મહાલે,
નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે ,

=નરસિંહ મહેતા,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here