પઢો રે પોપટ રાજા || Padho Re Popat Raja Lyrics || Bhajan Lyrics

0
2202

પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,
પાસે રે બાંધવી  રૂડું પાંજરું,મુખથી રામ જપાવે ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,….

પોપટ તારે કારણે  લીલા વાસ વઢાવું ,
એનું રે ઘડાવું પોપટ પાંજરું હીરલા રાતને જડાવું,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,….

પોપટ તારે કારણે શી શી રસોઈ રંધાવું,
સાકર ના કરી ચુરમા, ઉપરથી ઘી પીરસાવું ,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,….

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈંયાના સ્વામી ને ભજો રાગ તાણી રૂપાળો,
હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,….

=નરસિંહ મહેતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here