પ્રભુજી મેં અરજ કરું છું,
મેરો બેડો લગાજ્યો પાર,..મેરો બેડો,
ઈન ભવન મેં દુઃખ બહુ પાયો
સંશય શોક નિવાર,
અષ્ટ કરમ કી તલબ લગી હે,
દુર કરો દુઃખ ભાર,…મેરો બેડો,
યે સંસાર સબ બહ્યો જાત હે,
લખ ચોર્યાસી રી ધાર,
મીરા કે પ્રભુ ગિરધર નાગર,
આવા ગમન નિવાર ,…મેરો બેડો,
-મીરાંબાઈ,