પ્રભુ વિના બીજે ક્યાંય || Prabhu Vina Bije Kyay Lyrics || Bhajan Lyrics

0
374
પ્રભુ વિના બીજે ક્યાંય સુખ નથી
સુખ છે તમારા ચરણો માં,…હો શ્યામળિયા જી,

સુખ છે તમારા ચરણો માં
એ મારા ગુરુ એ કહ્યું કરણ માં,…હો શ્યામળિયા જી,

જપ તપ તીરથ મારે ચારે પદારથ
એ સૌ આપના છે શરણો માં,…હો શ્યામળિયા જી,

પ્રેમ કરીને હૃદયમંદિરે પધારો
ન જોશો જાત પાત વરણ મા ,…હો શ્યામળિયા જી,

બાઈમીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ
આડે આવજો મારા મરણ માં ,…હો શ્યામળિયા જી,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here