બોલે જીણા મોર, બોલે જીણા મોર,
રાધે તારા ડુંગરીયા પર બોલે જીણા મોર,
મોર હી બોલે બપૈયા હી બોલે,
કોયલ કરત કલશોર,…..રાધે તારા,
કાલી બદરિયા મેં વીજળી ચમકે,
મેંઘ હુવા ઘન ઘોર,,…..રાધે તારા,
ઝરમર ઝરમર મેહુલો વરસે,
ભીંજે મારા સાળુડાની કોર…..રાધે તારા,
બાઈ મીરા કેપ્રભુ ગિરધર નાગુણ,
તુંતો મારા ચિતડાનો ચોર…..રાધે તારા,
-મીરાંબાઈ,