ભંવર રચાયો મારા નાથનો, ગુંજે શરણાઈનો શોર,
ગેબી રે નગારા નોબત ગડગડે, મચી રહ્યો નાદ ઘનઘોર,
સહેજ પલંગ પર પોઢીયા, વીતી ગઈ માજમ રાત,
ઝબકી કાલિંગો જાંગિયા, શાનો મચ્યો રે ઉત્પાત,
ભેદુ રે જજુમીને બાખીયા, કર્યો કાલિંગાને વાર,
ગેબીરે નિશાન માઝમરાતના, નિઃશ્રે પ્રગટ્યાં રેકિરતાર,
સર્જનહાર તારો શુંકરે, મુજમાં બળ છે અપાર,
સાત દ્વીપ નવખંડમાં , પળમાં વરતાવુ હાંહાંકાર,
કાલિંગા ગુમાન તારું નહીંરહે, એ છે ત્રિલોક નોનાથ,
સત્તને હોંકારે સાયબો આવશે, ધરતી હોશે સનાથ,
કાલિંગા અવસર આવિયા, અલખ ચરણે રહો કરજોડ,
ગરીબના નાથ મારા નાથજી, બક્ષે ગુના લાખ કરોડ,
ચેત રે કલિંગા આવિયા, એ છે નકળંગ અવતાર,
મરઘાં બોલ્યા માજમ રાતના, કાલેતારું થાશે અવસાન,
વેળા આવી અતિ ઢૂંકડી, સાયબોજી થયા અસવાર,
દેવાયત પંડિત એમ બોલિયાં, તમેજાગો દેવલદે નાર,
-દેવાયત પંડિત,