ભ્રાંતું પડીને કડવા વેણથી રે હાં,
એ જી ભૂલ્યો દેવાયત ભાન રે હાં,..ભ્રાંતું પડીને,
દુભ્યા દેવલદે ના દિલડાં રે હાં,
એજી ધરતીને ખોળે લીધાં સ્થાન રે હાં,..ભ્રાંતું પડીને,
વાવડ કાજે રે વગડા રે ખુંદીયા રે હાં,
એ જી જોયા જોયા ભોંયરા ભેંકાર રે હાં,..ભ્રાંતું પડીને,
તીરથ ને ધામો બધાં ઢૂંઢિયા રે હાં,
એ જી જોયા મઢ, મંદિર દેવળ દ્વાર રે હાં,..ભ્રાંતું પડીને,
ધીંગા જોગીના ધુણા દેખિયા રે હાં,
એજી દેવાયત બોલે હું રખડ્યો રાનેરાન રે હાં,..ભ્રાંતું પડીને,
બહેનો બતાવો કરી મહેરને રે હાં,
એ જી નરોહર ગઢના રે રે હાં,..ભ્રાંતું પડીને,
-દેવાયત પંડિત,