મને લહેર રે || Mane Laher Re Lyrics || Bhajan Lyrics

0
323
મને લહેર રે લાગી હરિના નામની રે,
હૂતો ટળી રે સાસરિયા ના કામની રે,…મને લહેર,

 ચોટ લાગી તે ટાળી કદી નહિ ટળે રે.
ભલે  કોટિ  પ્રયત્ન  દુર્જન  કરે  રે,…મને લહેર,

હું તો બાવરી કરું છું મારા હૃદયમાં રે,
મારી સુરતા શ્યામળિયા ના પદ માં  રે,…મને લહેર,

મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે,
હું  તો સંમજી મોહન જીને  સાનમાં  રે,…મને લહેર,

મીરાબાઈ ને ગુરુજી મળ્યા વાટમાં રે,
એણે  છોડી  દીધેલ રાજ  પાટના  રે,…મને લહેર,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here