મળ્યો જટાધારી જોગેશ્વર,
મળ્યો રે,…..જટાધારી બાવો,
હાથ માં ઝારી, હું તો બાળકુંવારી વાલા,
દેવળ પૂજવા ચાલી,….મળ્યો રે જટાધારી,
સાડી ફાડી મેં કફની કીધી વાલા,
અંગ પર ભભૂત લગાડી,….મળ્યો રે જટાધારી,
આસન વાળી બાવો મઢીમાં બેઠો વાલા,
ઘેર ઘેર અલખ લગાડી ,….મળ્યો રે જટાધારી,
મીરા કેપ્રભુ ગિરધર ગિરધરના ગુણ વાળા,
પ્રેમની કટારી મુને મારી,….મળ્યો રે જટાધારી,
-મીરાંબાઈ,