મારી હૂંડી સ્વીકારો || Mari Hundi Swakaro Lyrics || Bhajan Lyrics

0
744

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી,

રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે  કાજ
ઝેરના પ્યાલા મોકલ્યા રે, વ્હાલો ઝેર નો જારણહાર રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ  રે,…

સ્થંભ થાકી પ્રભુ પ્રગટીયા,વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહલાદને  ઉગારિયો રે, વ્હાલે માર્યો હિરણાકંસ ભૂપ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ  રે,…

ગજને વાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વાલમા રે,તમે ભક્તોને આપ્યા ઘણા સુખરે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ  રે,…

પાંડવ ની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચિર,
નરશિમહેતાની હૂંડી સ્વીકારજો રે,તમે સુબદ્રા બાઈ નાવીર રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

ચારજણા તીરથ વાસી ને, વળી રૂપિયા સો  સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

રહેવાને નથી ઝુપડું, વળી જમવાને નથી જુવાર,
બેટો બેટી વળાવિયા રે, મેતો વળાવી ઘર કેરી નાર રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

ગરથ મારુ ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
ચાચુ નાણું મારો શ્યામળો રે, મારે દોલતમાં ઝાંઝ પખાજ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની માંહ્ય,
આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા  એવું નામ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

નથી બ્રાહ્મણ  નથી વાણીયો, નથી ચારણ નથી ભાટ,
લોકો કરેછે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ  રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિક નો રે, મારુ શામળશા શેઠ એવું નામ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

હૂંડી  લાવો હાથમાં,  વળી  આપું  પુરા  દામ,
રૂપિયા  આપું  રોકડા  રે, મારુ શામળશા શેઠ એવું નામ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

હૂંડી સ્વીકારી વાલે શામળે, વળી અરજે કીધા કામ,
મહેતાજી કરી લખજો, મુજ વાણોતર સરખા કાજ રે,
શામળા ગિરધારી, મારી  હૂંડી સ્વીકારો મહારાજ રે,…

=નરસિંહ મહેતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here