માર્યા રે મોહના બાણ ધુતારે,
મને માર્યા મોહના બાણ ,…
ધ્રુવ ને માર્યા પ્રહલાદ ને માર્યા,
તે ઠરી ના બેઠા ઠામ
શુકદેવ ને ગર્ભવાસ માં માર્યા,
તે ચાર યુગમાં પ્રમાણ,…માર્યા રે મોહના,
હિરણ્યકશ્યપ મારી વાલે ઉગાર્યો પ્રહલાદ,
દૈત્ય નો ફેડ્યો છે ઠામ,
સાયર પાજ બાંધી વાલે સેના ઉતારી,
રાવણ હણ્યો એક બાણ,…માર્યા રે મોહના,
મીરા કહે પ્રભુ ગિરધર નાગર,
અમને પાર ઉતારો શ્યામ,…માર્યા રે મોહના,
-મીરાંબાઈ,