યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા | Yamuna Na Pani Gyata Lyrics

0
158
હે યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
હે એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા,
પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા
અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા,
ચાલ છે ચટકાળી તારી એના ઉપર જવું વારી  
એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા
યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા,
તારો ચુડલો લઉં પેરી ભલે થાતું જગ વેરી
એવા જશોદાના લાલ લેરી રે કાનાને જોયા
એવા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા
એની અમને લાગી માયા રે સુધબુધ ખોયા,
Yamuna Na Pani Gyata Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here