રામ છે રામ છે રામ છે રે,
મારા હૃદય માં વાલો રામ છે,
આરે મંદિરે મારી સાસુ ને સસરો,
સામે મંદિરિયે મારો શ્યામ છે રે,..મારા,
સાસુ જૂઠી ને મારી નણદી હઠીલી,
નાનો દિયરિયો નકામ છે રે ,..મારા,
બાઈમીરા કહેપ્રભુ ગિરધર નાગુણ,
વચમાં ગોકુળિયું ગામ છે રે ,..મારા,
-મીરાંબાઈ,