રામ રાખે તેમ રહીયે,
ઓધવજી રામ રાખે તેમ રહીયે
હે આપણે ચીઠીના ચાકર છીએ
ઓધવજી રામ રાખે તેમ રહીયે,
કોઈ દિન પહેરણ હીર ને ચીર
તો કોઈ દિન સાદા ફરીયે
કોઈ દિન ભોજન શિરો ને પુરી
તો કોઈ દિન ભૂખ્યા રહીયે
ઓધવજી રામ રાખે તેમ રહીયે,
કોઈ દિન રહેવાને બાગબગીચા
તો કોઈ દિન જંગલ રહીયે
કોઈ દિન સુવાને ગાદીતકિયા
તો કોઈ દિન ભોઈ પર સુઈયે
ઓધવજી રામ રાખે તેમ રહીયે,
બાઈમીરા કહેપ્રભુ ગિરધર નાગુણ
સુખ દુઃખ સરવે સહિયે
હૈ આપણે ચિઠીના ચાકર છીએ
ઓધવજી રામ રાખે તેમ રહીયે,
-મીરાંબાઈ,