રામ સીતાપતિ તારી || Ram Sitapati Tari Lyrics || Bhajan Lyrics

0
323
રામ સીતાપતિ  તારી  લેહ  લાગી
હો તમને ભજેથી મારી ભીડ ભાંગી,..રામ

ઘરનો તે ધંધો મને નથી ગમતો
સાધુ સંગાતે મારી પ્રીત બાંધી,..રામ

કામકાજ છોડ્યા મેંતો લોકલાજ મેલી
પ્રેમ મગન માં હું તો રાજી રે…રામ

અજ્ઞાનની કોટડીમાં ઉંઘ ઘણીઆવે
પ્રેમ પ્રકાશમાં હું જાગી રે….રામ

દુરિજનલોક મારી નિંદાકરે છે
વા લા લાગે છે મને વૈરાગી…રામ

નાચીકૂદીને મેં તો ભક્તિ ન કીધી
લોકોની લાજ મેં બહુ રાખી…રામ

ધ્રુવને લાગી પ્રહલાદને લાગી
દ્રોપતિની સભામાં ભીડ ભાંગી….રામ

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here