લેહ લાગી મને તારી સાંવરિયા
લેહ લાગી મને તારી સાંવરિયા,
કામકાજ મુક્યું ને ધામ જ મૂક્યું,
મનમાં ચાહું છું મોરારી,…અલ્યા,
શોભે છે કામળીને હાથમાંછે વાંસળી,
ગોકુળ માં ગાયો ચારી,…અલ્યા,
સોળસહસ્ત્ર ગોપીઓને તમે વરિયા,
તોય તમે બાળબ્રમ્હચારી,…અલ્યા,
મીરા કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણ કમળ બલિહારી,….અલ્યા,