લોભી આતમ ને || Lobhi Aatam Ne Lyrics || Bhajan Lyrics

0
427
લોભી  આતમ ને  સમજાવો રે,
મારા સદ્ ગુરુને પૂછો રૂડાં જ્ઞાન બતાવેજી,..લોભી,

હંસલાને મેલી ઓલા બગલાને કોણ સેવે રે,
બગલા ઉપર ધોળા ને  મનના મેલા,..લોભી,

હીરલા મેલીને ઓલા પથરાને કોણ સેવે રે,
પથરા બહાર ભીના ને ભીતર કોરા ,..લોભી,

કેસર મેલીને ઓલા કેસૂડાંને કોણ સેવે રે,
કેસૂડાં બહાર રાતા ને મુખના કાળાં ,..લોભી,

સુગરાને મેલી ઓલા નુગરાને કોણ સેવે રે,
નુગરા   નિશ્રય   નરક  લઈ  જાય ,..લોભી,

શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા રે,
મારા  ગુરુજી  નો  બેડલો  સવાયો ,..લોભી,

-દેવાયત પંડિત,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here