વર તો ગિરિધર વર ને || Var To Giradhar Var Ne Lyrics || Bhajan Lyrics

0
487
વર તો ગિરિધર વર ને  વરિયે ,
વરમાળા ધરી ગિરિધર વરની છૂટે છેડે ફરીયે રે,… રાણાજી,

વર તો ગિરિધર વર ને  વરિયે સુણોને લાજ કોની ધરીયે,
લાજ કોની ધરીયે રાણા કોના મલાજા કરીયે રે,… રાણાજી,

કાગડાની બુદ્ધિ કાઢી નાખી માણેક મોતી ચરીએ રે,
સોના  રૂપા  સઘળાં તજીયે ધોળા અંગે ધરીયે રે,… રાણાજી,

ચીરપટોળા સઘળાં તજીયે તિલક તુલસી ધારીએ રે,
શાલિગ્રામની સેવા કરીયે સંતસમાગમ કરીયે રે,… રાણાજી,

હરતા ફરતાં સ્મરણ કરીયે સંતસંગત માં ફરીયે રે,
બાઈમીરા કેપ્રભુ ગિરધર નાગર ચરણકમલ ચિત્તધરીયેરે,… રાણાજી,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here