વહારુ મારા વીરા રે
સંગ ન કરીયે નીચનો રે જી.
નીચપણું નિશ્યે નરકે લઈ જાય,(2)
આંકડિયા ના દુધ રે
અતિ ઘણા ઉજળા રે જી.
તેનેપીધે તરતમૃત્યુ થાય…વહારુ
ગરવી ગાયના દૂધ રે
અતિ ઘણા મીઠડાં રે જી.
સાકરભેળે સ્વાદ અદકેરોથાય,..વહારુ
બાવળ તો કાંટાળો રે
દીસે અળખામણો રે જી.
છાંયેબેસે અંગને ઉઝરડાય,..વહારુ
આંબલીયાની છાયા રે
દીસે રળિયામણી રે જી.
તેનેસેવે ફળની પ્રાપ્તિથાય,..વહારુ
ગુરુને પ્રતાપે રે
મીરાંબાઈ બોલિયાં રે જી.
રાખોઅમને સંતચરણ માંહ્ય,.વહારુ,