વીર અંગના ઉજળા || Veer Angna Ujala Lyrics || Bhajan Lyrics

0
349
વીર અંગના ઉજળા બગલા મનના મેલા,
ઈ તો ધ્યાન સંતો જેવા ધરશે રે,

વીરા ભિક્ષા કારણ બગલો ભક્ષણ લાવે,
ઈ તો ચાંચેથી મછિયાં ખાવે રે,

ખભે કાવડ આદરી દોરી ધમરા જીલે ભાર,
એ  મન  જેણે  માર્યા  જી  રે,

ખયમલનું ભાઈ ખાંડુ બાંધો,
બાંધો શીલ બરશી હથિયાર રે,

પંદર કરોડની મંડળી,જેના પ્રહલાદ રાજા મુખિયાર,
દસ કરોડના મન ડગી ગયા,કરોડ પાંચ ચડિયા નિરવાણ,

પચીશ કરોડની મંડળી,જેના હરિચંદ્ર રાજા મુખિયાર,
અઢાર કરોડના મન ડગીગયા,કરોડ સાત ચડિયા નિરવાણ,

છત્રીશ કરોડની મંડળી,જેના બળીરાજા મુખિયાર,
ચોવીશ કરોડના મન ડગીગયા,કરોડબાર ચડિયા નિરવાણ,

જે ઘેર નારી કુંભારાજા એતો પરની કરે આશ,
ઈ ભાઈઓની કરે વેલડી એમ ફલે જેમ ફળે ચોરાશીની ખાણ,

જે ઘર નારી શીલવંતી તો  માલે દેવને દ્વાર,
ઈ ભાઈઓની વેલડી એમ ફળે આંબાની શાખ,

કળજુગ આંબો અમ ફળ્યો,જેના ફળ આવશે શશિયાર,
શીલ સંતોષી ખમાવાળા મારા મારા સાહેબના છડીદાર,

પાંચા સાતા નવા બારા કરોડ તેત્રીશનો આધાર,
દેવાયત પંડિત બોલિયાં,ઈ પંથ  ખાંડાની ધાર,

દેવાયત પંડિત,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here