શું કરવું મારે શું કરવું રે,
હીરા માણેક ને મારે શું કરવું રે,
મોતીની માળા રાણા શું કરવી છે,
તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે,..હીરા માણેક,
હીરના ચીર રાણા શુ રે કરવા છે,
ભગવી ચીથરીઓ પ્હેરી મારે ફરવું છે રે,,..હીરા માણેક,
મહેલ ને માળા રાણા શું રે કરવા છે રે,
જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે,,..હીરા માણેક,
બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નગર,
અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે,,..હીરા માણેક,
-મીરાંબાઈ,