શું કરવું મારે || Shu Karvu Mare Lyrics || Bhajan Lyrics

0
385
શું કરવું મારે શું કરવું રે,
હીરા માણેક ને મારે શું કરવું રે,

મોતીની માળા રાણા શું કરવી છે,
તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે,..હીરા માણેક,

હીરના ચીર રાણા શુ રે કરવા છે,
ભગવી ચીથરીઓ  પ્હેરી મારે ફરવું છે રે,,..હીરા માણેક,

મહેલ ને માળા રાણા શું રે કરવા છે રે,
જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે,,..હીરા માણેક,

બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નગર,
અમર ચૂડલો  લઈને  મારે ફરવું  છે રે,,..હીરા માણેક,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here