શ્રી ઓહમ પ્રેમપાઠ || Shree Ohm PremPath Lyrics || Bhajan Lyrics

0
2266
શ્રી ઓહમ પ્રેમપાઠ ધરતી કંઈ બોલીયે
તેત્રીશ  કરોડ   કંઈ   બોલીયે ,
ઓહંગ  સોહંગ  સ્વામી
અજપાજાપ કંઈ બોલીયે,
અખંડ  તો  વેદ  કંઈ  બોલીયે,
કાયમ તો  દેશ  કંઈ   બોલીયે,
ઘોડો  તો  નીકળંગ  કંઈ  બોલીયે
ગતકો  પ્રણામ  કંઈ  બોલીયે,.
પ્રેમના  બંધણા  પાંચ કંઈ બોલીયે
પંચભૂત ના છેદ પાંચ બોલીએ,
નુરત સુરતના દીદાર હોય નહીં
ગુરુજીના  દીદાર સત  બોલીયે,
ગુરુજી  વજુર    કપાટ  હો
સુમલ ના અમીરત  કંઈ બોલીયે,
સપત  પાવડી  કંઈ  બોલીયે,
કપોટીઓ  રેવત  કંઈ  બોલીયે,
રવેત  નામે  હંસાવર બોલીયે
રેવત  ઉપર આલમ  બિરાજે,
આલમના માલમસ્ત  બોલીયે,
મેઘાવર  એના શીર ઢાળશે,
ઘર ભાલું હાથ ઢાલ  ધરજે
સહેજે  સ્વામી  ખડગ કાઢશે,
અને   તુરંત  શીર  છેદશે
પશીબાવો આલમોદ પાટણ પધારશે,
દેશનું નામ દેલમ દેશે કુઇતો
અઢાર વાર પુરાણ  બોલીયે,
એક વાર એરાધ બોલીયે
કેવળ જ્ઞાન  કથાય  નહીં ,
ચાર વેદ  એરાધ પ્રગટ ભયો
પાંચ મોં  વેદ  ગુપ્ત  ભયો ,
એ વેદને લઈ  અમીના
ખળશ સાથે બાવો ચોંટે ચઠશે,
અને પાટે પધારશે ત્યાં છે  સવરા મંડપ,
સવરા મંડપ માં ચારપોર ચોરાશી સ્થંભ,
ઉત્તર દિશાથી રાજા આલમ આવશે,
સાથે  રાણી  મેઘવાળી  લાવશે,
કોટવાળી   ગણેશજી  કરશે
અને  હનુમાન  જતી ગાદી બેસશે,
પૂર્વ દિશાથી રાજા હરિચંદ્ર  આવશે,
સાથે  રાણી  તારામતી  લાવશે,
કોટવાળી  ગરુડજી  કરશે અનેતે
હસનપર નગરથી  પાટે પધારશે,
અને શ્યામપર નગરીમાં મંડપ માંડશે,
પશ્ચિમ દિશાથી રાજા બળ  આવશે,
સાથે રાણી  વેજાવડ  લાવશે
ચારનર મળી ચારજુગના લગન લખાવશે,
એના સોળ  જુગ વીતીગયા
હજી  કન્યા  છે  બાળ  કુંવારી,
કહો સ્વામી રાજા તો ક્યારે પરણાવશો,
કોણમાસ કોણતિથી કોણવાર અને કોણનક્ષત્ર,
માતા તો  માતંગી  કહી  બોલીયે,
પિતા તો ધન કુળ ઋષી કહી બોલીયે,
પીપડું  પાટણમાં પુરુષ નો જન્મ હોશે,
અને પડઘમ વાગશે ને વાજા વાગશે,
પહેલા  મહેલાણા  સીંગદીપ હોંશે,
બીજા  મહેલાણ શ્યામદીપ  હોંશે
ત્રીજા મહેલાણ  કોતરદીપ  હોંશે,
ચોથા  મહેલાંણ  જંબુદીપ  હોશે,
જંબુદીપ પૂર્વ એક  જાગતો છે,
 એકપર્વત ત્યાં રાજકરેછે મેઘલીરાણી
તે  છે  હજુ  બાળ  કુંવારી,
તેને નિજીયા  ધરમના વસમા વેણ,
તેને છે અમરવર વરવાનો પ્રેમ,
તે  કુમ  કુમ પગલે
સવરામંડપમાં ચાલશે અને
રાણી   મેઘલી   નકળંગના
ગળામાં વરમાળા નાખશે,
ત્યારે  તેત્રીશ  કરોડ  દેવતા
આલમધણીનું હાથધેણું કરશે,
માસ તો આસો માસ તથા તો બીજ,
વાર તો થાવર  નખેતર  ભરણી,
તે  દિન  સ્વામી રાજા પાણીગ્રહણ કરશે,
પછી હેલમાં આલમ આગળ હોંશે,
અને   ફટક  કાલિંગાને  છેદશે,
એક બ્રામ્હણી હોય ચાંડાળી
તેને બેપુત્રને એક દાંત,
તેને નથીકરી કંઈ કમાઈ
તેને બાવો તોબા પોકારાવશે,
અને અવળી ઘાણી ઘાલી તેલ પીલશે,
બમણી ના  બીજા  પુત્ર ને,
બાવો  ગંગામાં ડુબકી  દેવડાવશે,
તેમાંથી  બહાર નીકળશે  તો,
તેને પાણીના ધરામાં તસ કરશે,પછી બાવો કુડીયા,
કપટી અને બુરી દ્રષ્ટિ વાળાઓને,
નાગણી ઓના કરંડિયામાં પુરશે,
પછીઆવશે ધરમ નો વારો ધરમની જે નિંદા કરશે,
તેને  અવળી  ઘાણી  ઘાલી  પીલશે,
અને તેને તુબડીમાંથી બાવો તેલ કઢાવશે,
અને  તેની  દીવીઓ  કરી
અધર્મીઓને  આખી રાત દરણા દળાવશે,
કહો સ્વામી રાજા એ દળમાં કેટલી દીવી હશે,
પચાસ કરોડ પૃથ્વી ઉપર ચોપન કરોડ દીવી હશે,
અને સૌ  અલખ અલખ  પોકારશે,
મસાણે  મડદાં  જીવતા  થશે,
આવો ભાઈ સતિયા, આવો ભાઈ જતિયા,
આચડો  કોળી  પાવળ, હનુમાન  જતી વહેચશે,
અને તેત્રીશ કરોડ દેવતા
આરોગશે પછી સૌને શ્યામ હોંશે
શેરડી  એ  કણ   લાગશે  અને
સશેતર કિરણ સુરજદાદો  તપશે,
પછી  હાથણી ના દૂધનાં વલોણાં થાશે,
અને રાણી મેઘલી ઝરૂખડે બેસી
માંખણ નો  પારો  ઉતારશે,
વાઘ બકરી એક આરે પાણી પીશે
ખારો   સમંદર  મસડો  થાશે,
કાળા કાગડાની કાળાશ ઉતરશે,
પીપળે   ફુલ   લાગશે,
અને નેવું  વરસ ની નારી ગરભ ધારશે,
સો વર્ષ નો પુરુષ પરણેત ચડશે
મુંગા  બોબડા  બોલતા  થાશે,
અને  આંધળાને  આંખો  આવશે
અને વાંજીયા નું વેણ હસે તે નહીં મરે ,
એવું ઉલટસૂલટ કરી બાવો નકળંગ નામધરશે,
પછી સુરજ ચાંદો ગુરુપાટે  બેસશે,
પોષ નખેતર  ખાટે  ચઢશે,
જે દી પાટે ખાટે ત્રણ નો પરવેશ હોંશે
તે  દી  પેલા  ભવનને  જુશે,
તેના પહેલા ડગે ધરજુ ધરણ
કળંગો  ચોપાસે  ઉડાકરણ,
પછી બાવો  પદમજી  ના પાટે પધારશે,
અને આલમ માલમ બનીદુઃખ હરશે,
અને  ધરતી  પર  પગ  ધરશે
પુર્વ  દિશાથી  રાજા  પાટે પધારશે,
સાત  સરોવર  છલકાશે
અલખ નામના વરખના છાંયડે રહી,
બાવો સવા  કરોડ ના સિંહાસન સોહાવશે,
પછી  બાવો  સહુને  ખાવણ હાર
પીવણ હાર   સૌને  બોલાવશે,
જે નહીં આવે તેને પાણીના ઘડાથી
તસ  કરશે  અને  કસ  કાઢશે
પછી બાવો બાવન  બજારમાં નજરું માંડશે,
અને  એક એક  ચીજ ને આલમ
માલમ  બની  બાવન  વાર તોળશે,
પછી  પાંચ પાંડવો પ્રગટ  હોંશે
પછી બાવો પદમજી  ના પાટે પધારશે,
બ્રમ્હાજી પાટધણી  વિષ્ણુજી જ્યોત ધણી,
ભોળાશંભુ ભેખધણી અનેસાધુડા દંડાધણી
સૌ ભેગા મળી બાવાને  વધાવશે,
જતી તો ગોરખ સતી તો પાંચાળી
સિદ્ધ તો કેનરી વિસ્તાર તો ગઢ ગિરનાર,
કુંડ તો દામોદર તીર્થ તો કૈલાશ
તેની પરિક્રમાકેડે માતાઅનસુયા પ્રગટ હોંશે
પછી સાત સહેલીયા મળી
હરિ ને  મોતીડે  વધાવશે,
અને એકાંતે મળી નિજિયા ધર્મની આડ,
પરમાણપદ મન માન્યા ફળફૂલ
સુંઘશે  ફળ  આરોગશે પશી
બાવો પરગટ રૂપે ધરતી ને પલ્લ કરશે,
અને  સતિયા  ને  ઉગારશે
અને આલમ  માલમ બનીને,
રાણી મેઘલી સાથે સિંહાસન શોભાવશે,
નાગાર્જુનના બ્રહ્માસ બાણે
મક્કાના  કમાડ ધણ ધણશે,
અને સુંદરવનના દરિયે વડવાઘની હોંશે
અને ત્રણ ખૂણે જંગ સંપન્ન થાશે,
અને કા સૌ  સળગતી  જોશે
અને ભગવી ચેથરી  યુદ્ધએ ચઢશે,
એમ અગમ ભાખ્યું બદરી થકી
સતી  દેવલ દે   ઈચ્છાએ,
એટલા એલમીયાં એરાદે  સંપુર્ણ ભયા,..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here