સાધુ તે જનનો સંગ || Sadhu Te Janno Sang Lyrics || Bhajan Lyrics

0
283
સાધુ તે જનનો સંગ
બાઈ મારે ભાગ્યે મળ્યોછે.

મોટા પુરુષ નો  સંગ
બાઈ મારે ભાગ્યે મળ્યોછે.
મોટા પુરુષના દર્શન કરતા
ચડે છે સોગણો રંગ,…બાઈ મારે,

અડસઠ તીરથ સંતોને ચરણે
કોટી કાશી  ને કોટી  ગંગ
દુરજન લોકોનો સંગ ન કરીયે
પાડે ભજન માં ભંગ,…બાઈ મારે,

નિંદાના કરનાર નરકે રે જશે
ભોગવશે થઈ ભોરિંગ
મિરાકહે બાઈ સંત ચરણરજ
ઉડીને લાગ્યો મારે અંગ,…બાઈ મારે,

-મીરાંબાઈ,LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here