સુંદરશ્યામ તજી હો || Sundar Shyam Taji Ho Lyrics || Bhajan Lyrics

0
1996
સુંદરશ્યામ તજી હો અમને,
બલિહારી રસિયા ગિરધારી,…સુંદરશ્યામ,

મથુરાના વાસી ન બનીયે જી
સુંદરશ્યામ તજી હો અમને,…સુંદરશ્યામ,

વાંસલડી વાગી એવા ભણકારા વાગેછે,
વ્રજ વાટ લાગી હવે ખારી,…સુંદરશ્યામ,

જમુનાનો કાંઠો વ્હાલા ખાવાને દોડેછે,
અકળાવી દે છે હવે ભારી ,…સુંદરશ્યામ,

વૃંદાવન કેરી શોભા તમ વિણ અમનેતો,
નજરે  દીઠી નવ લાગે સારી,…સુંદરશ્યામ,

ગોવર્ધન તોળ્યો વાલા ટચલી આંગળીયે,
એમપર ઢોળ્યો ગિરધારી ,…સુંદરશ્યામ,

બાઈમીરા કહે પ્રભુ  ગિરધર નાગર,
સહાય કરી લેજો શુદ્ધ મારી ,…સુંદરશ્યામ,

-મીરાંબાઈ, 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here