હંસા અબ મત છોડો અમને એકલા રે,
જી રે હંસા રાજા,આરે કાયાના કોઈ માલમી રે
અને હંસા કરો મુખડે સે બાત રે,…જીરે હંસા રાજા,
આરે વાડીના દો દો ઝાડવા રે,
અને વાલીડા તમે ચંપોને અમે કેળ રે,
માળી હતો તે હાલ્યો ગયો ગીયો રે,
અને તારી આજ બાગ પડી પસ્તાયજી રે,…જીરે હંસા રાજા,
એક પલંગ દો દો પોઢણા રે,
અને વાલીડા તમે પલંગ અમે સેજ રે,
પોઢણ હારો હાલ્યો ગિયોજી રે,
અને તારી સેજલડી સુનકાર રે,…જીરે હંસા રાજા,
એક રે ચોપાટ દો દો ખેલણા રે,
અને વાલીડા તમે પાસા ને અમે દાવ રે,
ખેલણહારો તે હાલ્યો ગીયો રે,
અને તારી ચોપાટ પડી પસતાય રે,…જીરે હંસા રાજા,
બાઈ રે દેવલદે ની વિનતી રે,
આજ મારા સાધુડા નો અમરાપરમાંવાસ રે,
હંસરાજા,અબમત છોડો અમને એકલારે,…જીરે હંસા રાજા,
-દેવલદે,