હાં રે ચાલો ડાકોર || Haa Re Chalo Dakor Lyrics || Bhajan Lyrics

0
304
હાં રે ચાલો ડાકોર જઈ વસીયે,
હાં રે મને લેહ લગાડી રંગ રસીયે રે,..ચાલો,

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દર્શન કરવા જઈએ રે,…ચાલો,

હાં રે અટપટી પાઘ કેસરિયો વાંધો,
હાં રે  કાને  કુંડળ સોઈયે   રે ,…ચાલો,

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીની માળાથી મોહિયે રે ,…ચાલો,

હાં રે ચંદ્રબદન અણિયાળી આઁખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે ,…ચાલો,

હાં રે રુમઝુમ રુમઝુમ નેપુર બાજે,
હાં રે મન મોહયુ મારુ મુરલીયે રે,…ચલો,

હાં રે મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધર નાગર,
હાં રે અંગો અંગ જઈ મળીયે રે,…ચાલો,

-મીરાંબાઈ,LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here