હાં રે હરિ વસે છે હરિના જનમાં,
હાં રે તમે શું કરશો જઈ વનમાં રેં,..હરિ વસે,
ભેખ ધરી તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી જંગલ કે વન માં રેં,..હરિ વસે,
કાશી જાઓ કે તમે ગંગાજી નહાઓ,
પ્રભુ છે પાણી પવન માં રેં,..હરિ વસે,
જોગ કરોને ભલે યગન કરાવો,
પ્રભુ નથી હોમ હવન માં રેં,..હરિ વસે,
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નગર,
હરિ વસેછે હરિના જનમાં રેં,..હરિ વસે,
-મીરાંબાઈ,